ભાવનગરની MKB યુનિવર્સિટીમાં કોમર્સ પેપર લીક કેસમાં કોર્ટે પેપર લીકના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી સહિત ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પેપર લીક કેસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે. કાકડીયા કોલેજની આરોપી વિદ્યાર્થિનીને ઝડપવા પોલીસની ટીમ સુરત રવાના થઇ છે.
આ પણ વાંચો-ડુંગળી- બટાકા પકવતા ખેડૂતો આર્થિક સહાય માટે આજથી કરી શકાશે રજીસ્ટ્રેશન, આ રીતે કરી શકાશે અરજી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર 6 નું પેપર લીક થયાના વાતમાં આખરે સતાધીશોએ પેપર લીક થયું હોવાનું કબુલ્યું હતુ અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જી.એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની ધરપકડ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તો ફરાર યશપાલ અને રાહુલ ડાંગરને ઝડપી લેવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે. પેપરના ફોટો કેટલા લોકો સુધી પહોંચ્યા તેની પોલીસ તપાસ કરશે.
કોમર્સ પેપર લીક કેસમાં ઝડપાયેલો આરોપી અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગાલાણી ABVP સાથે સંકળાયેલો હોવાના દાવા થયા અને તે બાદ NSUIએ વિરોધ કર્યો હતો. જો કે તે બાદ ABVPએ લેખિતમાં ખુલાસો કર્યો કે અમિત ગાલાણીને ABVP સાથે કોઇ લેવા દેવા નથી. અને તેઓ ABVPના પ્રાથમિક સભ્ય પણ નથી. માત્ર એક કાર્યક્રમમાં પ્રિન્સીપાલ હોવાથી તેઓ આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 2:48 pm, Thu, 6 April 23