ગુજરાતમાં વધુ એક શર્મનાક ઘટના ! સુરતના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, જુઓ Video
વડોદરા ભાયલી દુષ્કર્મના આરોપીઓને હજુ કોર્ટમાં રજૂ કર્યો છે. ત્યારે સુરતમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. વડોદરા ભાયલી દુષ્કર્મના આરોપીઓને હજુ કોર્ટમાં રજૂ કર્યો છે. ત્યારે સુરતમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.
સગીરા પર અજાણ્યા શખ્સોએ આચર્યું દુષ્કર્મ !
સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સગીરા તેના મિત્ર જોડે બેસી હતી, ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ આચર્યું હતુ. અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે રછી સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતુ. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.
ઘટનાની જાણ થતા સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ વધુ તપાસ માટે પોલીસે DOG સ્કોડની મદદ લીધી છે. સમગ્ર મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.