અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો ટ્રેન દોડી, ફેઝ-1 માટે પ્રિ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:58 AM

કામગીરી દરમિયાન સૌથી વધુ અડચણ ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર સર્જાઈ હતી. કેમ કે આ રૂટ પર એક કંપનીને સોંપેલ કામગીરી દરમિયાન કામ પૂર્ણ ન કરતા કંપની પાસે કામ બંધ કરાવ્યું હતું. જેના કારણે કામમાં 1 વર્ષ કરતા વધુ સમયનો વિલંબ થયો હતો.

અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર મેટ્રો ટ્રેન (Metro Train project)દોડતી જોવા મળી. મેટ્રો ટ્રેનના ફેઝ-1 માટે પ્રિ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. જીવરાજ પાર્કથી મોઢેરા સુધીના રોડ પર હાલમાં ટેસ્ટીંગ શરૂ કરાયું છે. આોગસ્ટ મહિનામાં 40 કિલોમીટર સુધીનો રૂટ શરૂ થઈ જશે. ગ્યાસપુરથી મોટેરા સુધી નવો રૂટ શરૂ કરવામાં આવશે.

 

અમદાવાદ શહેરને પરિવહન ક્ષેત્ર સુવિધા આપવા માટે રાજય સરકાર (Gujarat Government) દ્વારા મેટ્રો પ્રોજેકટ (લાવવામાં આવ્યો. જે મેટ્રો પ્રોજેકટની શરૂઆત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક 6 કિલોમીટરના રૂટમાં પહેલી ટ્રેનની શરૂઆત કરી. હાલમાં જીવરાજથી મોઢેરા સુધીના રુટ પર મેટ્રો ટ્રેન ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યુ છે. આ રૂટ પર 15 સ્ટેશન આવશે. આ તમામ સ્ટેશન એલિવેટેડ સ્ટેશન હશે. આ રૂટ ગ્યાસપુર ડેપો APMCથી અને મોટેરા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આ રુટ જોડવામાં આવશે.

આ તરફ ગ્યાસપુરથી મોટેરા સુધીના રૂટમાં આગામી દિવસોમાં 18.77 કિલોમીટરનો નવો રુટ શરૂ કરવામાં આવશે. ફેઝ-2માં મોટેરા, ચાંદખેડાથી થઈ ગાંધીનગર તરફ નવો રૂટ શરૂ કરાશે.

ફેઝ-2માં મોટેરા, ચાંદખેડાથી થઈ ગાંધીનગર તરફ નવો રુટ શરૂ કરવામાં આવશે. આ પ્રિ ટ્રાયલ રન બાદ લખનઉના અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવશે. જે બાદ આ બીજા રુટની તપાસ અધિકારીઓ દ્વારા થશે અને આખરે નવા રુટનો લાભ અમદાવાદીઓને મળી શકે છે

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટની કામગીરી પુરજોશ આગળ વધી રહી છે. ફેઝ-1ના રુટમાં અગાઉ વસ્ત્રાલનો રુટ શરૂ કરી દેવાયો છે… ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં ફેઝ-1ની કામગીરી પૂર્ણ થઈ શકે છે. ત્યારે આગામી ઓગસ્ટ મહિનામાં આજ ફેસ 1 ના તમામ રૂટ પર અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તે નિર્ધાર સાથે મેટ્રો રેલ પ્રોજેકટ તંત્ર કામ કરી રહ્યું છે.જોકે આ રુટની વચ્ચેની કામગીરી ચાલુ હોવાથી અન્ય રુટના સમયમાં ફેરફાર થઈ શકે છે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટની વાત કરીએ તો તે કુલ 40 કિલોમીટરનો રૂટ છે. જેમાં વસ્ત્રાલથી એપરલ પાર્કના 6 કિલો મિત્ર રૂટ પર 6 સ્ટેશન સાથે હાલ મેટ્રો ટ્રેન તે રૂટ પર દોડી રહી છે. તો અન્ય 34 કિલો મીટર રૂટ પર 26 સ્ટેશનની કામગીરી ચાલુ છે. જેમાં એપરલ પાર્કથી શાહપુર સુધી અંડર ગ્રાન્ડ ટનલનું પણ કામ પૂરું થવાના આરે છે. જે તમામ કામ ઓગસ્ટ મહિના સુધી પૂર્ણ કરી પુરા રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ધાર નક્કી કરાયો છે. જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

આ કામગીરી દરમિયાન સૌથી વધુ અડચણ ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર સર્જાઈ હતી. કેમ કે આ રૂટ પર એક કંપનીને સોંપેલ કામગીરી દરમિયાન કામ પૂર્ણ ન કરતા કંપની પાસે કામ બંધ કરાવ્યું હતું. જેના કારણે કામમાં 1 વર્ષ કરતા વધુ સમયનો વિલંબ થયો હતો. જોકે બાદમાં તે જ કંપનીને કામ સોંપવામાં આવ્યું અને કોરોના કાળ બાદ કામ ઝડપી કરાવવામાં આવ્યુ.

આ પણ વાંચો-

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 367 કેસ નોંધાયા, ચાર લોકોના મૃત્યુ

આ પણ વાંચો-

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા, સી.આર. પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો

g clip-path="url(#clip0_868_265)">