આજનું હવામાન : ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી, જાણો શું કહ્યું અંબાલાલ પટેલે, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. ત્યારે ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. ત્યારે ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાશે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં રાત્રે લઘુત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વધઘટ થાય તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 30 થી32 ડિગ્રી સુધી બપોરે રહેશે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 18 થી 24 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. ત્યારે રાજ્યના વાતાવરણમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. તેમજ આગામી 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળી શકે છે. હજુ વાતાવરણમાં લા નિનો ના સંકેત મળી રહ્યા છે જેથી ઠંડી વધુ પડશે.
