હવામાન વિભાગની આગાહી: કાળઝાળ ગરમીમાંથી હજુ રાહત મળે તેવા નથી દેખાતા કોઈ એંધાણ, સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન

|

May 24, 2024 | 12:17 PM

રેકોર્ડબ્રેક ગરમીમાંથી હજુ નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આજે પણ સૂર્યદેવ ગુજરાત પર કોપાયમાન રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે પણ ગરમીનું રેડ એલર્ટ રહેશે. સતત બીજા દિવસે તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે.

રાજ્યમાં આગ વરસાવતી ગરમીમાંથી હજુ રાહત મળવાના કોઈ એંધાણ જણાતા નથીી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે પણ સૂર્યદેવ કોપાયમાન રહેશે. સતત બીજા દિવસે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ રહેશે. સતત બીજા દિવસે તાપમાન 46 ડિગ્રીને પાર જઈ શકે છે. રાજ્યના 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. આજ સવારથી જ ગરમીનો અનુભવ થઈ શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફુંકાઈ શકે છે.

રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

રાજ્યમાં આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી , ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં ગરમીનો પારો હાઈ રહેશે.

સતત બીજા દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં 46 ડિગ્રીને પાર તાપમાન

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સઅમદાવાદ ઍરપોર્ટ પર 47.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગાંધીનગરમાં 46 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. ડીસામાં 45.4 ડિગ્રી અને અમરેલામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ પણ વાંચો:  ચોમાસાએ કેરળમાં દીધી દસ્તક, મૌસમના પહેલા વરસાદમાં જ તબાહીના દૃશ્યો આવ્યા સામે, અનેક વિસ્તારોમાં જળબંબાકાર, 4 લોકોના મોત- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:15 pm, Fri, 24 May 24

Next Video