કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે પવન અને વંટોળ સાથે ખાબકશે વરસાદ- Video

|

Apr 15, 2024 | 6:28 PM

વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં અનેક શહેરોમાં ભારે પવન અને વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે. કચ્છ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં આંધી-તોફાન સાથે ભારે પવન ફુંકાવાની શક્યતા છે.

રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જેમા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકામાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં વરસાદ પડશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડશે.

જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પણ આગામી કલાકોમાં જ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના છે.

રવિવારના દિવસની જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દક્ષિણ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. મેઘાણીનગર, ઇન્દિરા બ્રિજ, ચિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. આ તરફ, પાટણના રાધનપુર અને વારાહી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. તો, સાબરકાંઠાના પોશીના પંથકમાં પણ ગરમીના ભારે ઉકળાટ વચ્ચે માવઠું પડ્યું. બીજી તરફ, બનાસકાંઠાના અંબાજી પંથકમાં પણ બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જે બાદ વરસાદ વરસ્યો.. મહત્વનું છે, વરસાદના કારણે ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ પાકને નુકસાન થવાની ભીતિને લઇ ખેડૂતોની ચિંતા વધી છે.

Input Credit- Ronak Varma- Ahmedabad

આ પણ વાંચો: અમદાવાદના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, શહેરના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસ્યો વરસાદ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:30 pm, Sun, 14 April 24

Next Video