ગુજરાતમાં(Gujarat)આગામી બે દિવસ ગરમીનો પારો(Heat Wave) ઉંચો રહેશે. હવામાન વિભાગે(IMD) ગરમીનો પારો વધવાની આગાહી કરી છે.જે મુજબ પહેલી એપ્રિલે રાજ્યમાં બે ડિગ્રી જેટલું તાપમાન વધશે.પહેલી એપ્રિલે તાપમાન વધીને 42 ડિગ્રીને પાર પહોંચી તેવું અનુમાન છે.પવનની દિશા બદલાતા તાપમાન વધશે. તેમજ બપોરના 12થી 4 વાગ્યા સુધી કામ વગર લોકોને બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.જ્યારે સૌરાષ્ટ્ર -કચ્છમાં તો હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનું માનીયે તો કાલથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે.એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.
આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી મુદ્દે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે આપ્યું આ નિવેદન