Good News :મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી

તસનીમ મીર પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેન્માર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 10:23 PM

મહેસાણા(Mehsana) ની તસનીમ મીર(Tasnim Mir) ની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. તસનીમ મીર ગુજરાતમાં પસંદગી પામનારી સૌપ્રથમ બેડમિન્ટન ખેલાડી છે. તસનીમ મીર પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ(Saina Nehval) સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેન્માર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે.

મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઓગષ્ટ 2021માં બલ્ગેરિયાના પેઝારઝિકમાં યોજાયેલી અન્ડર-૧૯ જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી. તસનીમ મીરે ૨૫ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં બીજી ક્રમાંકિત રશિયાની મારિયા ગોલુબેવાને ૨૧-૧૦, ૨૧-૧૨થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે  મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે  દુબઈમાં બે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું હતું. 11મી સપ્ટેમ્બરે 2019માં શરૂ થયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તસનીમ મીરે મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તસનીમ મીર રાજ્ય સ્તરે સારા પ્રદર્શન બાદ નેશનલ લેવલે ૨૨ વખત ચેમ્પિયન બની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પાંચ ટાઈટલ મેળવ્યા છે. તસનીમે રશિયા ઉપરાંત આ પહેલાં દુબઈ અને નેપાળમાં પણ ટાઇટલ જીત્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન

આ પણ વાંચો : Technology: હવે તમે વોટ્સએપ પર મોકલી શકો છો ‘Money Heist’ સ્ટીકર્સ, જાણો કેવી રીતે

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">