મહેસાણાની દીકરી બેડમિન્ટનમાં વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર વન, બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે દેશનું ગૌરવ વધાર્યું

| Edited By: | Updated on: Jan 16, 2022 | 12:20 PM

તસનીમે કહ્યું કે, આ ઉપલબ્ધિ મેળવીને મને ઘણો આનંદ થાય છે. આ સન્માનજનક વાત છે. આ સાથે તસનીમ બીજા સ્પોર્ટસમાં રુચી દાખવતા બાળકો અને લોકો માટે પ્રેરણા બની છે. 16 વર્ષીય દીકરીનું બેડમિન્ટનમાં વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 પર પહોંચવું એ કઈ નાની સિદ્ધિ નથી.

ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે (Tasneem Mir) ઇતિહાસ રચી દીધો છે. માત્ર 16 વર્ષની તસનીમ મીર જૂનિયર બેડમિન્ટનમાં દુનિયાની નંબર 1 ખેલાડી બની ગઇ છે. તસનીમ ગયા વર્ષના શાનદાર પ્રદર્શનના કારણે નંબર 1 રેન્કિંગ સુધી પહોંચી છે. જે પી.વી.સિંધુ અને સાયના નહેવાલ ના કરી શક્યા તે મહેસાણા પોલીસ કર્મચારીની દીકરીએ કરી બતાવ્યું. તસનીમે વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 રેન્ક મેળવીને ગુજરાતનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે. આમ તસનીમ મીર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

તસનીમે કહ્યું કે, આ ઉપલબ્ધિ મેળવીને મને ઘણો આનંદ થાય છે. આ સન્માનજનક વાત છે. આ સાથે તસનીમ બીજા સ્પોર્ટસમાં રુચી દાખવતા બાળકો અને લોકો માટે પ્રેરણા બની છે. 16 વર્ષીય દીકરીનું બેડમિન્ટનમાં વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 પર પહોંચવું એ કઈ નાની સિદ્ધિ નથી. બીજી તરફ તસનીમ મીરના પિતાએ કહ્યું, મારી પુત્રીને બેડમિન્ટન રમતા જોઈ મને થયું કે તેનામાં રમવા માટેનું એક ટેલન્ટ છે, જેથી મેં પોતે જ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું.

16 વર્ષીય તસનીમ મીર મહેસાણા (Mahesana) ની વતની છે અને તેના પિતા ગુજરાત પોલીસ માં ASI તરીકે ફરજ બજાવે છે. તેણે હાલમાં જ બેડમીન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને જે તેને ફળ્યુ છે.દરેક પિતાની ઇચ્છા હોય છે કે, પોતાની દિકરીના માથા પર તાજ શોભે. મહેસાણાની તસનીમને માત્ર 16 વર્ષની વયે જ વિશ્વમાં નંબર વન બનવાનો તાજ પોતાના શિરે મળ્યો છે. જોકે આ તાજ માટે તેના પિતાએ રાત દિવસ એક કર્યા છે. તેના પિતા પોલીસમાં હોવા ઉપરાંત બેડમિન્ટન કોચ છે. જેઓની પાસેથી તેણે બાળપણથી જ બેડમિન્ટના પાઠ શિખ્યા હતા.

આ પણ વાંચો : Banaskanth : ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં 5ના મોત, બે ગંભીર

આ પણ વાંચો : Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી