Banaskantha : ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં 5ના મોત, બે ગંભીર

ધાનેરાથી થરાદ તરફ જતા પાવડાસણ ગામ પાસે ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકોના કરૂણ મોત થયા. લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 12:55 PM

બનાસકાંઠામાં(Banaskantha) અકસ્માતમાં (Accident)પાંચ લોકોના મોત થયા. ધાનેરાથી થરાદ તરફ જતા પાવડાસણ ગામ પાસે ટ્રક અને અલ્ટો કાર (Truck and Alto car) વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં અલ્ટો કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકોના મોત થયા. લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં ટ્રેક્ટર ન દેખાતા અલ્ટો કાર ટ્રેક્ટરના ટ્રોલી પાછળ ઘૂસી હતી. પૂર ઝડપે સર્જાયેલા અકસ્માતમાં અલ્ટો કારમાં બેસેલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાંચ લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને ધાનેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકો પૈકી ત્રણ પુરૂષ જ્યારે બે બાળકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોત થતાં ઠાકોર સમાજમાં પણ શોકનો માહોલ ફેલાયો છે.

મોડી રાત્રે (15-01-22) ધાનેરાથી થરાદ તરફ જતા પાવડાસણ ગામ પાસે ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકોના કરૂણ મોત થયા. લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં ટ્રેક્ટર ન દેખાતા અલ્ટો કાર ટ્રેક્ટરના ટ્રોલી પાછળ ઘૂસી હતી. પૂર ઝડપે સર્જાયેલા અકસ્માતમાં અલ્ટો કારમાં બેસેલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાંચ લોકોના મોત થયા છે.

મૃતકોના નામ

  1. ગેમરજી ઠાકોર :- 55 વર્ષ
  2. રમેશભાઈ ઠાકોર :- 35 વર્ષ
  3. અશોકભાઈ ઠાકોર :- 30 વર્ષ
  4. ટીપું ઠાકોર :- 7 વર્ષ
  5. શૈલેષ ઠાકોર :- 2 વર્ષ

 

 

આ પણ વાંચો : Ahmedabad: બીયુ પરમિશન વગરના એકમો પર કાર્યવાહી, જાણો કયા વિસ્તારમાં કેટલા એકમ સીલ કરાયા

આ પણ વાંચો : Bhavnagar: સંક્રમણ ન વધે તે માટે તંત્ર કરાવી રહ્યુ છે કોરોના ગાઇડલાઇનનો કડક અમલ, 40 હજારથી વધુ માસ્કનું વિતરણ પણ કર્યુ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">