Mehsana : કડીમાં અંડરપાસમાં પાણી ભરાતા એકનું ડૂબી જવાથી મોત, 5 વાહનો ફસાયા, જુઓ Video

| Edited By: | Updated on: May 12, 2025 | 12:02 PM

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક વિસ્તારોમાં વરસાદના એક એક ઝાપટામાં જ પાણી ભરાઇ ગયા છે. જો કે આ આફત મોત રુપે પણ આવી છે. મહેસાણા જિલ્લાના કડી-થોળ રોડ પર આવેલા અંડરપાસમાં ગણતરીના 2 ઈંચ વરસાદ બાદ પાણી ભરાતા ગંભીર ઘટના સર્જાઈ હતી.

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક વિસ્તારોમાં વરસાદના એક એક ઝાપટામાં જ પાણી ભરાઇ ગયા છે. જો કે આ આફત મોત રુપે પણ આવી છે. મહેસાણા જિલ્લાના કડી-થોળ રોડ પર આવેલા અંડરપાસમાં ગણતરીના 2 ઈંચ વરસાદ બાદ પાણી ભરાતા ગંભીર ઘટના સર્જાઈ હતી. અંડરપાસમાં પાણી ભરાઈ જતાં 5 વાહનો ફસાઈ ગયા હતા અને એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું.

5 વાહનો ફસાયા

મળતી માહિતી મુજબ, આ અંડરપાસમાં 2 ડમ્પર, 1 આઈસર ટ્રક, 1 સ્કોર્પિયો અને 1 અલ્ટો કાર ફસાઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતાં જ કડીના મામલતદાર, પ્રાંત અધિકારી તથા પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરતા જેસીબી મશીનની મદદથી આશરે 5 થી 6 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

તંત્રનો બેરિકેડ મુક્યાનો દાવો

હાલાકી તંત્રનો દાવો છે કે અંડરપાસમાં પાણી ભરાતા તાત્કાલિક ત્યાં બેરિકેડ મૂકી અવરજવર રોકી દેવામાં આવી હતી. પરંતુ, કોઈ અજાણ્યા દ્વારા બેરિકેડ ખસેડી દેવામાં આવ્યા હોવાના કારણે વાહનો અંદર પ્રવેશી ગયા અને દુર્ઘટના ઘટી. પ્રશાસન દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે તથા આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારી બતાવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો