લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ સહિત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરે છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આવો જ અનોખો પ્રયોગો મહેસાણામાં કરવામાં આવ્યો છે.
#LokSabhaElection2024
એક નવા અભિગમ અને અંદાજ સાથે સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્રની ‘Rappers Style’માં જીલ્લાના મતદારોને “Important Key Messages” સાથે મતદાનની અપીલ…
“મત આપશે મહેસાણા” #IVoteforSure #ChunavKaParv #DeshKaGarv #DusMinuteDeshMate@CEOGujarat@ECISVEEP pic.twitter.com/PfX4LRz8qQ— Collector Mehsana (@CollectorMeh) May 4, 2024
મહેસાણા જિલ્લા કલેકટર સ્ટાફ દ્વારા મતદાન માટે અપીલ કરવા માટે રેપ સોંગ બનાવવામાં આવ્યુ છે. આ સોંગમાં મતદાન કરવુ કેટલુ મહત્ત્વનું તે અંગે જણાવામાં આવ્યુ છે. આ ઉપરાંત મહેસાણાની જનતાને મતદાન કરવા આવકાર્યા છે. રેપ સોંગના લિરિક્સમાં લખ્યુ છે કે, મતદાન કરવામાં માટે ક્યા ડોક્યુમેન્ટ લઈને જવા તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ સોંગના વીડિયોમાં જિલ્લા કલેકટર યો- યો સ્ટાઈલ કરતા જોવા મળ્યા હતા.
Published On - 11:12 am, Sun, 5 May 24