Mehsana: દેશમાં સૌપ્રથમવાર સ્માર્ટ વિલેજનો કોર્સ લોન્ચ કરાયો, GPERIથી કોર્સનો પ્રારંભ

|

Aug 01, 2022 | 9:22 AM

દેશમાં સ્માર્ટ વીલેજ (Smart Village) બનાવવા સરકાર પ્રયત્નશીલ છે જ. તો હવે સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ તે કોલેજ પણ શીખવાડશે. GTU સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં સૌપ્રથમવાર સ્માર્ટ વિલેજના કોન્સેપ્ટ પર અભ્યાસક્રમ શરૂ થવા જઇ રહ્યો છે.

સમગ્ર દેશ દુનિયામાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તાર તરફ માઇગ્રેશનની (migration) સમસ્યા વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારની સવલતો મેળવવા માટે શહેરોમાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. ત્યારે જો આવા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર જેવી સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ જ મળી જાય તો આ સમસ્યાનો હલ નીકળી જાય. જે માટે હવે એન્જિનિયરિંગના (GTU) વિદ્યાર્થીઓ ડિજિટલ ગામ કેવી રીતે બનાવી શકાય તેનો અભ્યાસ દેશમાં સૌ પ્રથમવાર મહેસાણામાં (Mehsana) કરી શકશે.

સ્માર્ટ વિલેજના કોન્સેપ્ટ પર અભ્યાસક્રમ

દેશમાં સ્માર્ટ વીલેજ બનાવવા સરકાર પ્રયત્નશીલ છે જ. તો હવે સ્માર્ટ વિલેજ કેવું હોવું જોઈએ તે કોલેજ પણ શીખવાડશે. GTU સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં સૌપ્રથમવાર સ્માર્ટ વિલેજના કોન્સેપ્ટ પર અભ્યાસક્રમ શરૂ થવા જઇ રહ્યો છે. મહેસાણાના મેવડ નજીક આવેલી આ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમ સાથે એડિશનલ માઈનોર કોર્સ તરીકે નેક્સટ જનરેશન સ્માર્ટ વિલેજ નામનો કોર્સ પસંદ કરીને શીખી શકશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ વિલેજ કેવી રીતે તૈયાર કરી શકાય તે શીખવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો શહેરોમાં જઈ વસી રહ્યા છે ત્યારે જો ગ્રામ્ય વિસ્તારમાં જ શહેરો જેવી સગવડો મળી રહેશે ત્યારે આ સમસ્યા પણ દૂર થઈ શકશે.

સ્માર્ટ વિલેજ તૈયાર કરવા અંગે માર્ગદર્શન અપાશે

આ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ વિલેજ કેવી રીતે તૈયાર કરી શકાય તે શીખવવામાં આવશે. દેશમાં આ પ્રકારનો કોર્ષ શરૂ કરનારી મહેસાણાની GTU સંલગ્ન આ એક માત્ર એન્જિનિયરિંગ કોલેજ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને શહેરોમાં જઈ રહ્યા છે ત્યારે જો ગ્રામ્ય વિસ્તારમાં જ શહેરી વિસ્તાર જેવી સગવડો મળી રહેશે ત્યારે આ સમસ્યા પણ દૂર થઈ શકશે.

Next Video