Rain: મહેસાણાના કડીમાં સામાન્ય વરસાદમાં જ હાલ બેહાલ થયા છે. માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ કડી જળબંબાકાર બન્યું છે. ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે. કરણનગર રોડ પર આવેલી ગુરુદેવ સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને કારણે લોકોની ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર, જુઓ Video
આ સ્થિતિને કારણે દર વર્ષે પાણી ભરાય છે. એટલું જ નહીં આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળતું ન હોવાનો પણ આક્ષેપ છે. તો બીજી તરફ અન્ડરબ્રિજમાં પણ અઢી ફૂટથી વધુ પાણી ભરાયા છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરાયો છે. જેને કારણે લોકોને અપાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો