હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર, જુઓ Video

હિમાચલ પ્રદેશમાં વરસતી આફતને કારણે આસપાસના લોકોની ચિંતામાં વધારો થયો છે. બિયાસ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડેમમાં જળસ્તરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 6:34 PM

હિમાચલ પ્રદેશમાં ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર આવ્યું છે. બિયાસ નદીનું  જળસ્તર વધતા સમસ્યા વધી રહી છે. ભારે વરસાદના કારણે પ્રદેશમાં શું સ્થિતિ છે તેના આ બન્ને દ્રશ્યો જુઓ. પહેલા દ્રશ્યમાં પંડોહ ડેમના છે જેના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. બિયાસ નદીમાં પૂરના કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. બીજુ દ્રશ્ય મંડી શહેરના પંચવકત્ર મંદિરના છે. બિયાસ નદીમાં આવેલ પૂરના કારણે મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે.

આ પણ વાંચો  : રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે

ચમ્બા જિલ્લામાં આવેલા બાલુ બ્રિજના અદ્ભૂત દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજની નીચેથી ભારે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ થઈ છે. બીજી તરફ નેશનલ હાઈવે નંબર-3 ખાતે પૂરના કારણે પ્રવાહ વધ્યો અને નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો. પ્રવાહ એટલો તેજ હતો કે હાઈવ તૂટતો નજરે પડી રહ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">