વટવામાં મેગા ટર્મિનલ બનાવાશે, 10 લાઈન નાખીને રોજની 150 ટ્રેન દોડાવાય તેવુ રેલવે સ્ટેશન બનાવવા અશ્વિની વૈષ્ણવની જાહેરાત

| Edited By: | Updated on: Nov 03, 2025 | 6:07 PM

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ચાલતા કામ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે. હાલમાં 16 પૈકી 4 માળનું બાંધકામ પૂર્ણ થયું છે.

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, અમદાવાદ રેલવે સ્ટેશને ચાલતા વિકાસલક્ષી કાર્યની સમિક્ષા હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે  પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમદાવાદ અને સુરત સહિત દેશના 20 એવા શહેર છે જ્યાંથી રોજ નવી ટ્રેન દોડાવવાની માંગણી રેલવે વિભાગ પાસે આવે છે. આ માંગણીઓને ધ્યાને લઈને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને વધારાના 3 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જ્યારે વટવા રેલવે સ્ટેશનને મેગા ટર્મિનલ બનાવીને ત્યાં રેલવેની નવી 10 લાઈન નાખવાનુ આયોજન છે. આમ કરવાથી વટવા રેલવે સ્ટેશનેથી રોજ નવી 150 ટ્રેનની આવન જાવન થઈ શકશે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ચાલતા કામ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે. હાલમાં 16 પૈકી 4 માળનું બાંધકામ પૂર્ણ થયું છે. આ રેલવે સ્ટેશને આવવા માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. જેના ગડરનું કામ પૂર્ણ થયું છે.

રોજબરોજની જરૂરીયાત પૂર્ણ કરવા માટે મુંબઈ અને દિલ્હી સહિતના રેલવે સ્ટેશનની કેપેસિટી બમણી કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સેમિકોન ઈન્ડસ્ટ્રી માટે ધોલેરાનો વિશેષ ઉલ્લેખ, હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે

Published on: Nov 03, 2025 06:04 PM