Kutch : ગાંધીધામ તાલુકામાં મોટાપાયે ડિમોલિશન ! સરકારી જમીન પરથી ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પડાઈ, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે છે. ત્યારે કચ્છના ગાંધીધામમાં મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામના કિડાણા ગામથી સપનાનગર ચાર રસ્તા સુધી દબાણો હટાવાયા છે.

ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પડાઈ
સરકારી જમીન પરથી ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પડાઈ છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીના દબાણો તોડી પડાયા છે. હિસ્ટ્રીશીટર આરોપીઓના દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જો કે ગેરકાયદે દુકાનોનું સરવે કરી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કચ્છના ગાંધીધામના કિડાણા ગામથી સપનાનગર ચાર રસ્તા સુધી દબાણો હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પર 16 દુકાનો વર્ષોથી ઉભી કરવામાં આવી હતી. આ દુકાનોને તોડી પાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીના દબાણો તોડી પડાયા છે.