યાત્રાધામ અંબાજીમાં શરુ કરાશે લેસર શો, ભક્તો માટે દેવસ્થાનના ઇતિહાસથી પરિચિત થાય તેવો હેતુ, જાણો શું હશે લેસર શોની ખાસિયત
શક્તિપીઠ અંબાજીમાં ભારત તેમજ વિદેશમાં વસતા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે તેઓ મા અંબાના ઇતિહાસથી પરિચિત થાય તેમજ ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ યાત્રાધામ અંબાજી (Ambaji) માં પણ હવે ભક્તો માટે લેસર શો (laser show) શરૂ કરવામાં આવશે. ગબ્બર ગોખ પર ભક્તો (Devotees) લેસર શોની મદદથી માતાજીના ઈતિહાસને નિહાળી શકશે. શક્તિપીઠ અંબાજીમાં દેશ-વિદેશથી આવતા ભક્તો માતાજીના પ્રાગટ્ય અને અંબાજી દેવસ્થાનના ઇતિહાસથી પરિચિત થાય તે હેતુથી આ લેસર શો શરુ કરવામાં આવશે.
યાત્રાધામ અંબાજીમાં યાત્રાળુઓ માટે એક નવી પહેલ શરુ થવા જઇ રહી છે. અંબાજીમાં હવે લેસર શો થકી યાત્રાળુઓ મા અંબાના મહિમાને વધુ સારી રીતે જાણી શકશે. લેસર શોના માધ્યમથી અંદાજીત 300 લોકો એક સાથે મા અંબાના પ્રાગટ્યથી લઇ 51 શક્તિપીઠના મહત્વના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી બાબતોથી અવગત બનશે. અંબાજી પર્વતનો સ્ટોન સપાટ હોવાથી આ પર્વત પર લેસર કિરણો દ્વારા ભક્તોને મા અંબાના મહિમાને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવશે.
શક્તિપીઠ અંબાજીમાં ભારત તેમજ વિદેશમાં વસતા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે તેઓ મા અંબાના ઇતિહાસથી પરિચિત થાય તેમજ ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે કોરોનાના કેસ ઓછા થતા હવે યાત્રાધામ અંબાજીમાં ભક્તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પણ માતાજીના દર્શન કરી શકે છે. જો કે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ ફરજીયાત છે. હવે કોરોનાના કેસ ઘટતા હવે ભક્તો મા અંબેના દર્શન સાથે લેસર શોનો પણ લ્હાવો લઇ શકશે.
આ પણ વાંચો-
Vadodara : પોલીસ કમિશ્નર શમશેરસિંઘનો સપાટો, રાવપુરા પોલીસ સ્ટેશનના 84 પોલીસ કર્મીઓની સાગમટે બદલી
આ પણ વાંચો-