Surat : લાલગેટ પોલીસે 9.95 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી, જુઓ Video

Surat : લાલગેટ પોલીસે 9.95 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી, જુઓ Video

| Edited By: | Updated on: May 12, 2025 | 1:57 PM

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી ફરી એક વાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી 9.95 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. લાલગેટ પોલીસે અશક્તા આશ્રમ નજીકથી આરોપીને ઝડપ્યો છે.

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી ફરી એક વાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી 9.95 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. લાલગેટ પોલીસે અશક્તા આશ્રમ નજીકથી આરોપીને ઝડપ્યો છે. વર્ષ 2023માં પણ ડ્રગ્સ કેસમાં આરોપી ઝડપાયો હતો.

જેલમુક્ત થયા બાદ આરોપીએ ફરી ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી શરુ કરી છે. મુંબઈના કુર્લાથી આરોપી ડ્રગ્સ વેચવા લાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ડ્ર્ગ્સના નશાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 99.57 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યો છે.

એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો