Breaking News : પાનોલી GIDCમાં લાગી ભીષણ આગ, 5 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જુઓ Video

Breaking News : પાનોલી GIDCમાં લાગી ભીષણ આગ, 5 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Jun 07, 2025 | 9:48 AM

રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં ફરી આગ લાગવાની ઘટના બની છે. સ્ટાર લાઈટ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ જોવા મળી છે.

રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં ફરી આગ લાગવાની ઘટના બની છે. સ્ટાર લાઈટ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ જોવા મળી છે. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભરુચમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. થોડી જ વારમાં ભીષણ આગ ફાટી નીકળતા 5 ફાયર વિભાગની ટીમ સ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. આ સાથે-સાથે મામલતદાર, પોલીસ અને સેફટી હેન્ડ હેલ્થ વિભાગની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો