Ahmedabad: નરોડા GIDCમાં સુકેમ કંપનીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં

કંપનીની અંદર કેમિકલના બેરલ હતા. આગ (Fire) લાગવાના કારણે કેમિકલના બેરલ બ્લાસ્ટ થવાની ઘટના પણ બની હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 1:05 PM

અમદાવાદના (Ahmedabad) નરોડાની GIDCમાં સુકેમ કંપનીમાં લાગેલી આગ (Fire) પર અંતે કાબુ મેળવી લેવાયો છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ (Fire brigade)ની 11 જેટલી ગાડીઓની મદદ લેવામાં આવી. કંપનીમાં કેમિકલ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. કંપનીમાં આવેલા કેમિકલ બેરલના કારણે બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ બેકાબૂ બની હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

નરોડા GIDCમાં આવેલી સુકેમ કંપનીમાં કેમિકલના કારણે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ શરુઆતમાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જો કે આગ વધુ જણાતા ફાયર બ્રિગેડ દ્વારા વધુ લોકોની મદદ લેવામાં આવી. કુલ 11 જેટલી ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કંપની રવિવાર હોવાના કારણે બંધ હતી. જેથી ફાયર બ્રિગેડ દ્વારા કંપનીના ગેટનું શટર એક કારની મદદથી દોરડાથી બાંધીને ખેંચીને તોડવામાં આવ્યુ. જેથી પાણીનો મારો કંપનીની અંદર સુધી ચલાવી શકાય અને આગ ઝડપથી બુઝાવી શકાય.

કંપનીની અંદર કેમિકલના બેરલ હતા. આગ લાગવાના કારણે કેમિકલના બેરલ બ્લાસ્ટ થવાની ઘટના પણ બની હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગને કારણે કંપનીમાં ખૂબ મોટુ નુકસાન પહોંચ્યુ છે. કંપનીમાં કેમિકલ બેરલના કારણે થયેલા બ્લાસ્ટથી છત સંપૂર્ણ નાશ પામી છે. આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યુ નથી. જો કે આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Surat: VNSGUમાં પેપર લીક કેસમાં તપાસ કમિટીએ વધુ 8 વ્યક્તિના નિવેદન નોંધ્યા, આવતીકાલે રિપોર્ટ સુપ્રત કરાશે

આ પણ વાંચો-Jamnagar: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરુ, ભાજપે શરુ કરેલા પ્રચાર સામે કોંગ્રેસનો વિરોધનો પ્રહાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">