Ahmedabad : એમ.જે. લાઇબ્રેરીમાં 207 વર્ષ જૂના હેરિટેજ પુસ્તકને સાચવવામાં આવ્યું
એમ.જે.લાયબ્રેરીમાં અન્ય હેરિટેજ પુસ્તકોનો વારસો પણ સાચવવામાં આવ્યો છે. શહેરના વર્ષો જૂના વારસાની પણ સાચવતી આવી છે. જે પુસ્તકોને જોતા જ વર્ષો પહેલાના સમયની અનુભૂતી સૌ કોઈને થઈ રહી છે.
વિશ્વ પુસ્તક દિને(World Book Day)અમદાવાદ(Ahmedabad)શહેરનો અનોખો પુસ્તક પ્રેમ જોવા મળ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં ઘણા હેરિટેજ ઈમારતો જોયા હશે. જે 600થી વધુ વર્ષનો ઈતિહાસ ધરાવે છે. ત્યારે આજ શહેરમાં 207 વર્ષ જૂનું હેરિટેજ પુસ્તક પણ આવેલું છે.સાંભળીને નવાઈ લાગશે પરંતુ શહેરની એમ.જે.લાયબ્રેરીમાં (MJ Liabrary ) આ હેરિટેજ પુસ્તક સાચવીને રાખવામાં આવ્યું છે. પુસ્તકનું વજન 18.8 કિલોગ્રામ છે. જેને ઉપાડવા માટે બે લોકોની જરૂર પડે છે. આ પુસ્તકનું નામ છે “અરેબિયન એન્ટિકવિટિઝ ઓફ સ્પેન”. જે પુસ્તક સ્પેન ખાતેની અરેબિયન કલાકૃતિઓ પર આધારિત છે.
એમજે લાયબ્રેરીમાં અન્ય હેરિટેજ પુસ્તકોનો વારસો પણ સાચવવામાં આવ્યો છે. શહેરના વર્ષો જૂના વારસાની સાચવતી આવી છે. જે પુસ્તકોને જોતા જ વર્ષો પહેલાના સમયની અનુભૂતી સૌ કોઈને થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ 23 એપ્રિલ 1995ના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારબાદથી લોકોમાં પુસ્તકો વિશે જાગૃત કરવા અને પુસ્તકોનું મહત્વ સમજાવવા માટે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. 23 એપ્રિલના રોજ જાણીતા લેખક વિલિયમ શેક્સપીયર રોજ મૃત્યુ પામ્યા હતા. તેમજ કોઈ વ્યક્તિનાં પુસ્તકોના સંકલન જોઇને જ તમે તેના વ્યક્તિત્વની સમજ મેળવી શકો છો. એવું કહેવામાં આવે છે કે પુસ્તકો એ માણસના સાચા મિત્રો છે અને મિત્રોમાંથી માણસની જ ઓળખ છે. પુસ્તકોમાં જ પુસ્તકો વિશે જે લખ્યું છે તે ખૂબ જ નોંધપાત્ર અને ઉત્તેજક પણ છે.
આ પણ વાંચો : Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચો : Jamnagar: બાગ-બગીચા અને આપણી આસપાસ જોવા મળતા રંગબેરંગી પંતગિયાઓ વિશે જાણી-અજાણી વાત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો