Rajkot : જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ, લાખો રુપિયાનો માલ બળીને ખાખ, જુઓ Video

Rajkot : જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ, લાખો રુપિયાનો માલ બળીને ખાખ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 16, 2025 | 12:14 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગની ઘટના સામે આવી છે. જેતપુરના રબારીકા રોડ પર આવેલા જયફેશન ટેક્સટાઈલમાં આગ લાગી હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગાની ઘટના સામે આવી છે. જેતપુરના રબારીકા રોડ પર આવેલા જયફેશન ટેક્સટાઈલમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. કંપનીમાં આગ લાગતા દૂર -દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.  જેમાં લાખો રુપિયાની સાડીનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતા કારખાનાનો સેડ તૂટી પડ્યો છે. જો કે કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ પ્રાપ્તથતી વિગતો અનુસાર આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો