Rain News : ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ બંધ, વાહનચાલકોને ભારે મુશ્કેલી, જુઓ Video

Rain News : ભરૂચમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ બંધ, વાહનચાલકોને ભારે મુશ્કેલી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2025 | 12:30 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભરુચમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તાઓ બંધ થયા છે. ભારે વરસાદના કારણે હાંસોટથી કંટિયાળજાળને જોડતો રસ્તો બંધ થયો છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભરુચમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તાઓ બંધ થયા છે. ભારે વરસાદના કારણે હાંસોટથી કંટિયાળજાળને જોડતો રસ્તો બંધ થયો છે. દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે વરસાદી પાણી ભરાયા છે. વનખાડીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે.

ખાડીપુલ માટે બનાવાયેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. ખાડીપુલ પર બનાવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી થઈ રહી છે.

ભારે વરસાદથી રસ્તો કરાયો હતો બંધ !

ગઈકાલે ભારે વરસાદ વરસતા ભરૂચના વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા હતા. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા હતા. જો કો રસ્તા પર પાણી વધારે ભરાઈ જતા સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો હતો.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો