પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ રેલી યોજી લોકસભા ચૂંટણીના પ્રચારના કર્યા શ્રીગણેશ- જુઓ વીડિયો

|

Mar 10, 2024 | 12:15 AM

પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આજે પોરબંદરમાં માંડવિયાએ કિર્તી મંદિર જઈ બાપુને નમન કર્યા અને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે.

પોરબંદર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર કમ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પોતાના નામની જાહેરાત બાદ પ્રથમવાર પોરબંદરની મુલાકાતે પહોંચેલા માંડવિયાનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું. જ્યાં બાઇક રેલી સાથે માંડવિયા કિર્તી મંદિર પહોંચ્યા, જ્યાં બાપુને નમન કરીને માંડવિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. હજારો કાર્યકરો અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તથા સાંસદ રમેશ ધડુક સહિતના નેતાઓની હાજરીમાં, માંડવિયાએ વિશાળ રેલી યોજી. માંડવિયાએ પ્રજા સમક્ષ જીત માટે મતની માગ કરી અને પોરબંદરની પ્રજા પર વિશ્વાસનો મત રજૂ કર્યો.

પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ

આ તરફ અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ્યુ છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દીધા છે. અર્જુમ મોઢવાડિયા જૂથના કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરાએ રાજીનામુ આપ્યુ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ કારીએ પણ રાજીનામુ આપ્યુ છે. રાજીનામા આપ્યા બાદ આ તમામે અર્જુન મોઢવાડિયા સાથે બેઠક કરી હતી.

“ચૂંટણી પછી કોંગ્રેસ શોધો યાત્રાની જરૂર પડશે”

બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ હતો.આ યાત્રા અંગે પણ મોઢવાડિયાએ પ્રહાર કર્યો કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને બદલે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરરૂ હતી. અન્યથા 2024ની ચૂંટણી પછી કોંગ્રેસ શોધો યાત્રા કાઢવાની જરૂર પડશે. મોઢવાડિયાએ કોંગ્રેસ પર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહીં લેવાનો આરોપ લગાવ્યો.

Next Video