Breaking News : માંજલપુર ધારાસભ્યની વાણીથી વિવાદ, વડોદરામાં વ્હીકલ પુલ મુદ્દે શબ્દોની મર્યાદા ચૂકી ગયા, જુઓ Video

Breaking News : માંજલપુર ધારાસભ્યની વાણીથી વિવાદ, વડોદરામાં વ્હીકલ પુલ મુદ્દે શબ્દોની મર્યાદા ચૂકી ગયા, જુઓ Video

| Updated on: Sep 04, 2026 | 5:20 PM

વડોદરાના માંજલપુર ધારાસભ્ય સતીષ પટેલ પંચશીલ મેદાન ખાતે વ્હીકલ પુલ મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. તેમણે જાહેરમાં કરેલા નિવેદનોથી સંસ્કારી નગરીના લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. ધારાસભ્યે શબ્દોની મર્યાદા ચૂકી હોવાના આક્ષેપ છે, જેના પર તેમણે માફી માંગવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય સતીષ પટેલની વાણીને કારણે મોટો વિવાદ સર્જાયો છે. પંચશીલ મેદાન ખાતે વ્હીકલ પુલના મુદ્દે ચાલી રહેલી કામગીરી દરમિયાન આ વિવાદ ઉભો થયો હતો. વિવાદ વકરતા ધારાસભ્યે કામગીરી રોકવા સૂચન કર્યું હતું.

જોકે, ધારાસભ્ય સતીષ પટેલે જાહેરમાં નિવેદન આપતી વખતે શબ્દોની મર્યાદા ચૂકી ગયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. તેમની ટિપ્પણીથી સંસ્કારી નગરી વડોદરાના લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સંસ્કારી નગરીમાં આવી ભાષા શોભતી નથી.

નિવેદન દરમિયાન ધારાસભ્ય આજુબાજુ બહેનો હાજર હોવા છતાં જાહેરમાં અશોભનીય શબ્દો બોલી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે કમિશનરને જાણ ન હોવાનું કહેવાતા, વહીવટ કોણ ચલાવે છે તેવા સવાલો ઉભા થયા છે. ભૂલ સ્વીકારી માફી માંગવી જોઈએ તેવી માંગ ઉઠી છે. સંસ્કારી નગરીના ધારાસભ્યની વાણી આવી અસંસ્કારી કેમ તે પ્રશ્ન હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.

વાતાવરણમાં પલટો, ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં, જુઓ નવી આગાહી

Published on: Sep 04, 2026 05:19 PM
Follow Us
Loading...
Unable to load recommendations.