જુનાગઢના માંગરોળને મેઘરાજાએ ઘમરોળ્યુ, 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતનું તંત્ર થયુ દોડતુ- Video
જુનાગઢના માંગરોળ તાલુકાને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યુ છે. માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જુનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. જિલ્લામાં મેઘરાજાની સાર્વત્રિક બેટીંગ જોવા મળી રહી છે. જુનાગઢ સહિત આસપાસના મોટાભાગના તાલુકાને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. ચાહે માળિયા હાટીના હોય, કેશોદ હોય કે માંગરોળ. મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. માંગરોળમાં શુક્રવારે આખો દિવસ મેઘરાજા અનારધાર વરસ્યા.આ સાથે આખા દિવસ દરમિયાન 20 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.
જેના પગલે તંત્રના અધિકારીો પણ દોડતા થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ કફોડી હાલત નીચાણવાળા વિસ્તારોની થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કલેક્ટરે ખુદ રસ્તા પર ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો. લોકોને કોઈ તકલિફ ન પડે તે માટે સ્થાનિક તંત્રને એલર્ટ કરાયુ છે. કલેક્ટરે જણાવ્યુ કે કેશોદમાં NDRF ની 30 લોકોની ટીમ તૈનાત કરાઈ છે. જુનાગઢમાં પણ SDRF ની ટીમ તૈનાત કરાઈ છે. પોલીસ સહિતના અન્ય વિભાગો વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે. નાગરિકોને પણ સલામત સ્થળે રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
જો ભારત ‘ગંદુ’ છે, તો PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મભૂષણ’ કેમ સ્વીકાર્યો, પરત કરી દે …
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

