Gujarati Video : અંબાજી ધામમાં માનવ મહેરામણ, છેલ્લા 4 દિવસમાં 20.34 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

| Edited By: | Updated on: Sep 27, 2023 | 10:26 AM

આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ચાર દિવસમાં 20.34 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓ થકી અંબાજી મંદિરમાં દાનભેટમાં રૂપિયા 1.12 કરોડની મળ્યા છે. જ્યારે ચાર દિવસમાં 16 ગ્રામ સોનું દાનમાં આવ્યુ છે. તો મંદિરમાં છેલ્લા ચાર દિવસમાં 9.37 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ થયુ છે.

Ambaji Dham : આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ચાર દિવસમાં 20.34 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓ થકી અંબાજી મંદિરમાં દાનભેટમાં રૂપિયા 1.12 કરોડની મળ્યા છે. જ્યારે ચાર દિવસમાં 16 ગ્રામ સોનું દાનમાં આવ્યુ છે. તો મંદિરમાં છેલ્લા ચાર દિવસમાં 9.37 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ થયુ છે.

આ પણ વાંચો : Banaskantha : અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ

એટલુ જ નહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાની બાધા પુરી કરવા અંબાજી જતા નજરે પડ્યા હતા. ક્યાંક શેર માટીની ખોટ પુરવા તો ક્યાંક નોકરી ધંધા માટે ભક્તો માથે ગરબી લઈને તેમજ દંડવત કરતા અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. અંબાજી જતા યાત્રિકોને સેવા તમામ પ્રકારની મળી રહે તે માટે સેવાભાવી કેમ્પો દ્રારા નાસ્તો અને ભોજનની સુવિધા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 27, 2023 10:23 AM