Banaskantha: અંબાજીમાં મેળાની તૈયારીઓ શરૂ, દિવ્યાંગ અને વડીલો મેળા દરમિયાન કરી શકશે મફતમાં મુસાફરી, જુઓ Video
આ સુવિધાથી દિવ્યાંગ, વડીલો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને ત્રણથી ચાર કિલોમીટર સુધી દૂર ચાલીને નહીં જવું પડે. અંબાજીના 150 જેટલા રીક્ષા ચાલકોને એક ડ્રેસ કોડ આપવામાં આવશે અને રોજી રોટી માટે 8 કલાકના એક હજાર રૂપિયા અપાશે. તેથી રીક્ષા ચાલકોને પણ રોજગારી મળશે.
Banaskantha : અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમના મહા મેળામાં દિવ્યાંગ, વડીલો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે સારા સમાચાર છે. આવનાર 23 થી 27 સપ્ટેમ્બર સુધી યોજાનાર મહા મેળા દરમિયાન રીક્ષામાં મફતમાં મુસાફરી કરી શકાશે. કામાક્ષીથી ખોડિવલી સર્કલ સુધી અને દાતાના શક્તિ દ્વારથી ખોડિવલી સર્કલ સુધી રીક્ષામાં મફત લાવવા અને લઈ જવામાં આવશે.
આ પણ વાંચો Banaskantha Video : થરાદમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફરેવાયા, ઉભા પાકને વ્યાપક નુકસાનની ભીતી
આ સુવિધાથી દિવ્યાંગ, વડીલો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને ત્રણથી ચાર કિલોમીટર સુધી દૂર ચાલીને નહીં જવું પડે. અંબાજીના 150 જેટલા રીક્ષા ચાલકોને એક ડ્રેસ કોડ આપવામાં આવશે અને રોજી રોટી માટે 8 કલાકના એક હજાર રૂપિયા અપાશે. ઉલ્લેખનીય છે કે, મહા મેળામાં અંબાજીમાં વાહનોને પ્રવેશ બંધ હોય છે એટલે રીક્ષા ચાલકોને બેકાર બેસી રહેવું પડે છે. વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેને રિક્ષા એસોસિએશને પણ વધાવ્યો છે.