Aravalli : નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ASI, નોકરીની લાલચ આપી ₹13.50 લાખ પડાવ્યાનો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 09, 2025 | 1:07 PM

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી ASI ઝડપાયો છે. અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી ASI ઝડપાયો છે. અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. નિમેષ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી ASI તરીકે ઓળખાણ આપી હતી. નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રુપિયા પડાવ્યા હતા.

નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ASI

યુવાનોનું ગાંધીનગરના તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની લાલચ આપી હતી. પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાનો નકલી ASIએ દાવો કર્યો હતો. યુવાનોને ભરમાવીને પોતાના પિતા સાથે વાત કરાવતો હતો. 6 અલગ – અલગ યુવાનો સાથે છેતરપિંડી કરી કુલ 13.50 લાખ પડાવ્યા હતા. બાયડ પોલીસે પુત્ર નિમેષ ચૌહાણ, પિતા અશોક ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.