વડોદરામાં સાયબર ગુનેગારોએ હદ વટાવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ કર્યું હોવાની ઘટના સામે આવી છે. 250 કરોડનો યુવાન પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં સાયબર ગુનેગારોએ હદ વટાવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ કર્યું હોવાની ઘટના સામે આવી છે. 250 કરોડનો યુવાન પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
34 કલાક સુધી યુવકને કર્યો ડિજિટલ અરેસ્ટ
રાત્રે 2 વાગ્યે પણ યુવકને લાઈટો ચાલુ રાખી સુવા જણાવ્યું હતુ. બપોરે 12 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી એરેસ્ટ રાખ્યા હતા. યુવાનને 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 1.65 લાખ રુપિયા પડાવ્યા છે. આ સાથે જ સાયબર ગુનેગારોએ પીડિતને કોઈને જાણ ન કરવા માટે જણાવ્યુ હતું. કોઈને જાણ કરશો તો 3 વર્ષની જેલ થશે તેવી ધમકી આપી હતી.
શું કહીને ડરાવે છે ઠગબાજ?
તમારા બેન્ક એકાઉન્ટથી ખોટા ટ્રાન્જેક્શન થયા છે.
તમારા સીમકાર્ડથી ગેરકાયદે પ્રવૃત્તિ થઈ છે.
તમે કે તમારા સ્વજનની આતંકી પ્રવૃત્તિમાં સંડોવણી છે.
તમે કે તમારા સ્વજનની સેક્સ રેકેટમાં સંડોવણી છે.
તમારા પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું છે.
આટલું ધ્યાન રાખો.. સતર્ક રહો
કોઈપણ શંકાસ્પદ ફોન લાગે તો તરત કટ કરી દો.
અજાણ્યો કોલ પર કોઈ પણ અંગત માહિત શેર ન કરો.
બેન્ક ડિટેઈલ કે અન્ય માહિતી કોઈને પણ ઓનલાઈન ન આપો.