Valsad : આસલોણા ગામમાં બે બાળકોને લઈને જતો શખ્સ નદીમાં તણાયો, એક બાળકનું મોત

Valsad : આસલોણા ગામમાં બે બાળકોને લઈને જતો શખ્સ નદીમાં તણાયો, એક બાળકનું મોત

| Edited By: | Updated on: Sep 14, 2023 | 6:24 PM

અમૃત નામનો શખ્સ મહારાષ્ટ્ર કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિ સાથે બે બાળકો પણ હતા. આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આ ઘટના બની હતી. કપરાડા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના કપરાડામાં નદીમાં (River) બે બાળક ડૂબી જવાથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કપરાડાના આસલોણા ગામમાં બે બાળકો સાથે જઈ રહેલો શખ્સ નદીમાં તણાયો હતો. જ્યાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય એક બાળકનો બચાવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Valsad: પત્નિને સાથે રાખીને દારુની હેરાફેરી કરતો કોન્સ્ટેબલ ઝડપાયો, પારડી પોલીસે દંપતિ સામે ગુનો દાખલ કર્યો, જુઓ Video

મળતી માહિતી અનુસાર, અમૃત નામનો શખ્સ મહારાષ્ટ્ર કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિ સાથે બે બાળકો પણ હતા. આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આ ઘટના બની હતી. કપરાડા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી છે.

 વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો