Valsad: વલસાડમાં નકલી જ્યોતિષે ગુપ્ત ધનની લાલચ બતાવી 85 લાખ પડાવી લીધા, પોલીસે કરી ધરપકડ, જુઓ Video
વલસાડના પારડીમાં એક નકલી જ્યોતિષે પરિવારને પોતાની જાળમાં ફસાવીને ચિટીંગ કર્યાનુ સામે આવ્યુ છે. ઢોંગી જ્યોતિષે પારડી વિસ્તારના એક પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવી લીધુ હતુ.
વલસાડના પારડીમાં એક નકલી જ્યોતિષે પરિવારને પોતાની જાળમાં ફસાવીને ચિટીંગ કર્યાનુ સામે આવ્યુ છે. ઢોંગી જ્યોતિષે પારડી વિસ્તારના એક પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવી લીધુ હતુ. નકલી જ્યોતિષે પરિવારને તમારા ઘરમાં ગુપ્ત ધન દટાયેલુ હોવાનુ જણાવ્યુ હતુ. જ્યોતિષ મહેન્દ્ર જોષી પરિવારના ઘરે આવ્યો હતો. આ સમયે ઘરના મોભી ઘરે હાજર નહોતા અને પરિવારના અન્ય સભ્યોને ઘરમાં ગુપ્ત ધન હોવાની વાત કરી હતી. જો 105 દિવસમાં તે નહીં નિકાળો તો મોટુ નુક્શાન થવાનો ભય બતાવ્યો હતો.
વર્ષ 2018માં સૌ પ્રથમવાર આ જ્યોતિષ આવ્યો હતો અને તેણે આ જાળ બિછાવી હતી. ઘરની પાછળથી તાંબાના લોટા નિકાળ્યા હતા અને આ રીતે જાળમાં ફસાવ્યા હતા. ઘરમાં રહેલ ગુપ્ત સોના-ચાંદીના ધનને નહિં નિકાળવાથી નુક્શાન થવાની વાત કરી હતી. આ માટે મહેન્દ્ર જોષીએ અમદાવાદના સાગર જોષીને મળવાનુ કહ્યુ હતુ. આ માટે તાંત્રીક વિધી કરવાનો ઉપાય બતાવ્યો હતો અને વિધી માટે થઈને ટુકડે ટુકડે 91 લાખ કરતા વધારે રકમ પડાવી લીધી હતી. બાદમાં આરોપીએ જ્યોતિષે 6 લાખ રુપિયા પરત કર્યા હતા. પારડી પોલીસે બે જ્યોતિષ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેમાંથી એક જ્યોતિષ સાગર જોષીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
