મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, દેશી ગોળની માગમાં વધારો, જુઓ Video

મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, દેશી ગોળની માગમાં વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Jan 06, 2026 | 3:21 PM

શિયાળો જામતા અને મકરસંક્રાંતિ નજીક આવતા જ નર્મદા જિલ્લામાં ગોળના કોલા ફરી એકવાર ધમધમી ઉઠ્યા છે. ઉત્તરાયણના તહેવારમાં ચીકી, કચરિયું (સાની) જેવી વાનગીઓ બનાવવામાં ગોળનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી દેશી અને કેમિકલ વગરના ગોળની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગોળનું ઉત્પાદન પણ ભરપૂર થયું

નર્મદા જિલ્લામાં હાલ રાત-દિવસ કેમિકલ વગરનો શુદ્ધ ગોળ તૈયાર થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે અહીં બનતો ગોળ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ વર્ષે શેરડીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતા ગોળનું ઉત્પાદન પણ ભરપૂર થયું છે. સામાન્ય રીતે ત્રણ મહિના સુધી ગોળ બનાવવામાં આવે છે અને મોટાભાગનો ગોળ ઉત્તરાયણના સમયમાં વેચાઈ જાય છે, જ્યારે કેટલાક વેપારીઓ બાકીનો ગોળ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી વર્ષભર વેચાણ કરે છે.

ભાવમાં 5થી 7 ટકાનો વધારો

ગોળના કોલામાં કામ કરવા માટે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાંથી મજૂરો પણ આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રોજગારીને પણ વેગ મળ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગોળના ભાવમાં 5થી 7 ટકાનો વધારો થવાની શક્યતા છે. સારા ઉત્પાદન અને વધતી માગને કારણે વેપારીઓ આ વર્ષે સારા વ્યવસાયની આશા વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.