AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી ગુજરાતમાં આવી પહોંચી મેઘરાજાની સવારી, આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 9:37 AM
Share

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે.આગામી 8, 9, 10 ઓગસ્ટે પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.

આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની (heavy rain)આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગનું (IMD)  માનીએ તો ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.તો દક્ષિણ ગુજરાત (South Gujarat)અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.આ તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં (Ahmedabad)મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે.શ્રાવણમાં અનરાધાર વરસાદનું અનુમાન (Rain forecast)  છે. આગામી 8, 9, 10 ઓગસ્ટે પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.

રાજ્યમાંઅત્યાર સુધીમાં સરેરાશ 71 ટકા વરસાદ

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.છેલ્લા 24 કલાકમાં 40 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.જેમાં અમરેલીના (Amreli)  વડિયામાં વરસ્યો 2.5 ઈંચ, બગસરામાં 2 ઈંચ,અરવલ્લીના ધનસુરામાં પણ 2.5 ઈંચ,ભરૂચના નેત્રંગ, ગાંધીનગરના (gandhinagar) દહેગામ, તાપીના ઉચ્છલમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે.મહત્વનું છે કે, રાજ્યમાં (Gujarat) અત્યાર સુધીમાં સરેરાશ 71 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.જેમાં સૌથી વધુ કચ્છમાં 118 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો સરેરાશ 83 ટકા વરસાદ નોંધાયો છે.

 

g clip-path="url(#clip0_868_265)">