જૂનાગઢ મનપાની ચૂંટણીમાં BJPને ઝટકો, અપક્ષ ઉમેદવાર સામે ભાજપના દિગ્ગજ નેતાના પુત્રની કારમી હાર,જુઓ Video

| Edited By: | Updated on: Feb 18, 2025 | 11:56 AM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે.જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે. વોર્ડ નંબર 9માં પાર્થ કોટેચાની સામે ચૂંટણીમાં ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાયની ભવ્ય જીત થઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે.જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે. વોર્ડ નંબર 9માં ભાજપે 4 ઉમેદરવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હતો. જેમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની સામે ચૂંટણીમાં ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાયની ભવ્ય જીત થઈ છે.

ગિરિશ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયર છે. જેમને તેમના પુત્રને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચાને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે આ ભાજપ માટે પણ એક મોટો ઝટકો છે.

દ્વારકાના સલાયામાં AAPના 12 ઉમેદવારની જીત

એક તરફ દિલ્લીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. મળતી માહિતી અનુસાર આ ચૂંટણીમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કુલ 12  ઉમેદવારની જીત થઈ છે.

Published on: Feb 18, 2025 11:33 AM