Breaking News: રાજકોટવાસીઓને TRP ગેમ ઝોનની યાદ ફરી તાજી થઈ : કાલાવડ રોડ પર ગેમ ઝોનમાં ભીષણ આગથી ફફડાટ

| Edited By: | Updated on: Apr 26, 2026 | 8:32 PM

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. રવિવારની રજામાં પરિવારો વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ હતી.

રાજકોટના કાલાવડ રોડ પર રવિવારની રજાના દિવસે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. અહીં આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. રવિવાર હોવાથી અનેક લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે મનોરંજન માટે અહીં આવ્યા હતા, ત્યારે જ આગના તણખા દેખાતા ચીસાચીસ થઈ ગઈ હતી.

પ્રાથમિક તારણ મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, ગેમ ઝોનમાં આગની આ ઘટનાએ રાજકોટવાસીઓના મનમાં વર્ષો જૂની ભયાનક TRP ગેમ ઝોનની કરુણ દુર્ઘટનાની યાદ ફરી તાજી કરી દીધી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

(ઈનપુટ ક્રેડિટ: મોહિત ભટ્ટ)

બેદરકારી કે મિલીભગત ? મતદાન મથકો પર અવ્યવસ્થા અને બોગસ વોટિંગની ફરિયાદોથી રાજકીય માહોલ ગરમાયો

Follow Us