Rain Video : અમદાવાદમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા, સૌથી વધુ ચાંદખેડામાં ખાબક્યો વરસાદ

|

Aug 22, 2024 | 3:25 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ છે. અમદાવાદના પોશ વિસ્તારોમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે.સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયુ છે. અમદાવાદના ચાંદખેડામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો તો વાસણા વિસ્તારમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી

શાસ્ત્રીનગર અને પાલડીમાં ભરાયા પાણી

અમદાવાદના ગૌતમબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી છે. તો શાસ્ત્રીનગર અને પાલડી જેવા પોશ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ઘુંટણસમા પાણી ભરાયા છે. શહેરના પશ્રિમ વિસ્તારની આટલા વરસાદમાં આવી હાલત છે.

અમદાવાદમાં વરસાદના કારણે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.અમદાવાદના SG હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો જોવા મળ્યા. જેના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે.તો અનેક વિસ્તારો જળમગ્ન થયા અને ઘુંટણસમા પાણીથી શહેરીજનો પરેશાન થયા છે. તો બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા અને અંડર બ્રિજ બંધ થવાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

Published On - 3:18 pm, Thu, 22 August 24

Next Video