સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે મોટો ખુલાસો, 4 સિનિયર સામે કાર્યવાહી

| Updated on: Aug 10, 2026 | 11:17 AM

ચારેય વિદ્યાર્થીઓને હોસ્પિટલ, નવી સિવિલ હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત બાદ કરવામાં આવેલી તપાસમાં રેગિંગનું પાસું સામે આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલની રેસિડન્ટ ડોક્ટર હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે કરેલા આપઘાતના મામલે તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં મૃતક તબીબને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા મૃતક તબીબનું રેગિંગ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ચારેય વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ચારેય વિદ્યાર્થીઓને હોસ્પિટલ, નવી સિવિલ હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત બાદ કરવામાં આવેલી તપાસમાં રેગિંગનું પાસું સામે આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નવી સિવિલ હોસ્પિટલના હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતની ઘટનાથી તબીબી જગતમાં પણ ચકચાર મચી હતી. હવે તપાસમાં રેગિંગની વિગતો સામે આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ ઘટનાને લઈને આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Breaking News : PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, ભાગવા જતા પગમાં વાગી ગોળી

 

Published on: Aug 10, 2026 10:39 AM
Follow Us
Loading...
Unable to load recommendations.