અમરેલીમાં અસામાજિક તત્વો સામે પોલીસની મોટી કાર્યવાહી, દબાણો પર ફરી વળ્યું બુલડોઝર – જુઓ Video
અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તોફાની તત્વોની યાદીમાં આવેલા લોકોને ટાર્ગેટ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં હુલ્લડબાજોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, એવામાં અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તાલુકાના 113 જેટલા તોફાની તત્વોની યાદીમાં આવેલા લોકોને ટાર્ગેટ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સંજય બારૈયા અને ઈરફાન ઉર્ફે વાસ્તવ થેયમ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે. જાફરાબાદ વિસ્તારમાં ચણી દેવાયેલી ગેરકાયદે દીવાલ અને પાર્કિંગ જગ્યાને પૂરેપૂરી તોડી દેવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનું કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ અણધારી ઘટના ન બને.
આ કડક કાર્યવાહીનો મુખ્ય હેતુ જિલ્લાને અસામાજિક તત્વો અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી મુક્ત કરાવાનો છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો સામે સતત પગલાં ભરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.
