Iran Israel War Breaking : હીરાનગરીમાં ઇંધણનો હાહાકાર ! ગેસ પુરવઠામાં કાપ મુકાતા સુરતના 16,000 વીવિંગ એકમો બંધ થવાના આરે

| Edited By: | Updated on: Mar 12, 2026 | 8:43 PM

સુરતના ટેક્સટાઇલ હબમાં છેલ્લા 3-4 દિવસથી કોમર્શિયલ ગેસના પુરવઠામાં થયેલા અચાનક કાપને કારણે હડકંપ મચી ગયો છે. શહેરના આશરે 16,000 જેટલા વીવિંગ યુનિટ્સ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.

ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું સુરત શહેર હાલમાં અભૂતપૂર્વ ઇંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના કારણે ગેસ પુરવઠામાં જે કાપ મુકાયો છે, તેની સૌથી વધુ અસર સુરતના જીવાદોરી સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી છે.

16,000 એકમો પર તાળા વાગવાની સ્થિતિ

સુરતમાં અંદાજે 16,000 જેટલા વીવિંગ એકમો કાર્યરત છે, જે મુખ્યત્વે ગેસ અને કોલસા પર નિર્ભર છે. છેલ્લા કેટલાક દિવસોથી 19 કિલો, 47 કિલો અને 420 કિલોના કોમર્શિયલ સિલિન્ડરોનો સપ્લાય લગભગ બંધ થઈ ગયો છે. પરિણામે, ઉત્પાદન પ્રક્રિયા અટકી પડી છે. જો વહેલી તકે ગેસનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો આ એકમોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે.

રોજગારીનું સંકટ અને વેપારીઓનો રોષ

ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે જો કારખાના બંધ થશે તો હજારો કારીગરો બેરોજગાર થશે. અછતને કારણે જનતા અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર અને ગેસ કંપનીઓ આ વૈશ્વિક કટોકટી વચ્ચે સુરતના ઉદ્યોગોને બચાવવા માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરે છે તેના પર સૌની નજર છે.

ઉદ્યોગકારોની ચિંતા: યુદ્ધની અસર હવે સુરતના રસોડાથી લઈને કારખાના સુધી પહોંચી, 19kg થી 420kg ના સિલિન્ડર મળતા બંધ થતા વીવિંગ અને ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ કફોડી બની છે જેના પગલે વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

Iran Israel War Breaking : મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતમાં ગેસની ભારે અછત, આ રીતે બચાવો રાંધણ ગેસ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 12, 2026 08:42 PM