મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ, નિયમ મુજબ નિમણૂંક કરવા શિક્ષક સંઘની માગ
સરકારના નિયમોને નેવે મુકીને જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમ વિરૂદ્ધ તાલુકા શિક્ષણાધિકારીની નિમણૂક કરી છે. સાથે જ તાલુકા શિક્ષણાધિકારીની નિમણૂંકમાં ફેરફાર કરવાની માગ કરી છે. જો નિયમ મુજબ નિમણૂક કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
મહીસાગરના કડાણામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિવાદ થયો છે. તાલુકા બહારના શિક્ષકને પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો મહીસાગર જિલ્લામાં પણ ખાબક્યો વરસાદ, શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ
પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે સરકારના નિયમોને નેવે મુકીને જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમ વિરૂદ્ધ તાલુકા શિક્ષણાધિકારીની નિમણૂક કરી છે. સાથે જ તાલુકા શિક્ષણાધિકારીની નિમણૂંકમાં ફેરફાર કરવાની માગ કરી છે. જો નિયમ મુજબ નિમણૂક કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
Latest Videos
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
