નેતાઓ ‘AC’ ગાડીઓમાં અને જનતા કાળઝાળ ગરમીમાં 8 કિમી પદયાત્રા કરે? 200 મતદારોએ લોકશાહીના પર્વને ઠોકર મારી

| Edited By: | Updated on: Apr 26, 2026 | 2:29 PM

હાલમાં સમગ્ર રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાપર્વ ઉજવી રહ્યો છે, ત્યારે એક ગામ એવું પણ છે કે જ્યાં 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ડોકેવાલ ગામમાં મતદાન મથક દૂર ફાળવવામાં આવતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામનું બુથ બદલાઈને 8 કિમી દૂર ફળવાતા બારીયા ફળિયું અને નાયક ફળિયાના અંદાજે 200 જેટલા મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે તેઓએ મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. અગાઉ ગ્રામજનો ગામમાં વર્ષોથી ડોકેલાવ બુથ પર મત નાખતા હતા પરંતુ હવે નવા ખાંટના મુવાડા બુથ ફાળવતા લોકોમાં રોષ છે.

ગ્રામજનોનો આરોપ છે કે, મતદાન મથક આટલું દૂર હોવા છતાં કોઈ પણ પક્ષના ઉમેદવાર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી નથી. ઘણી રજૂઆતો છતાં ગામમાં બુથ ન ફાળવવામાં આવતા લોકોએ મતદાનનો વિરોધ કર્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ગામમાં બુથ નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.

 

સુરતના સરોલીમાં વિધર્મી હેવાન બન્યો, 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી, પોલીસે દુષ્કર્મીની કરી ધરપકડ

Follow Us