BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તે માટે કરી પ્રાર્થના

| Edited By: | Updated on: Mar 04, 2022 | 8:42 AM

મહંતસ્વામી મહારાજે વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ફસાયેલા વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતાતૂર અને ભયમાં છે. તે માટે પ્રાર્થના કરીએ છીએ કે, વિદ્યાર્થીઓ વહેલીતકે સહીસલામત પરત ફરે.

રશિયા-યુક્રેનના યુદ્ધ (Russia-Ukraine war)ના કારણે દુનિયાભરમાં તણાવભરી સ્થિતિ છે. સૌ કોઇ યુદ્ધ જલ્દી પૂર્ણ થાય તે માટે પ્રાર્થના (Prayer) કરી રહ્યા છે. ત્યારે આ તરફ BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થાય અને વહેલી તકે શાંતિ સ્થપાય તે માટે મહંતસ્વામી મહારાજે (Mahant swami Maharaj) પ્રાર્થના કરી છે.

BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે શાંતિ સ્થપાય તે માટે તે માટે પ્રાર્થના કરતા કહ્યું કે, વિશ્વ ઈચ્છે છે કે યુદ્ધ જલદી સમાપ્ત થાય. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મહંત સ્વામીએ એવું પણ કહ્યું કે, બીએપીએસ દ્વારા યુક્રેન-પોલેન્ડ સરહદે રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. યુકે, ફ્રાન્સ, જર્મની સહિત યુરોપમાંથી પણ સ્વયંસેવકો સેવા કરવા આવ્યા છે. માઈનસ તાપમાનમાં લાંબી મજલ કાપીને ભારતીય વિદ્યાર્થીઓ રાહત કેમ્પમાં પહોંચી રહ્યા છે. જેથી કપરા સમયમાં સંસ્થાઓ સાથે મળી કામ કરે તે જરૂરી છે.

મહંતસ્વામી મહારાજે વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ફસાયેલા વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતાતૂર અને ભયમાં છે. તે માટે પ્રાર્થના કરીએ છીએ કે, વિદ્યાર્થીઓ વહેલી તકે સહીસલામત પરત ફરે.

આ પણ વાંચો-

Rajkot : 500 કરોડના આક્ષેપના પર્દાફાશ પાછળ ભાજપના જ નેતા જવાબદાર હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો આક્ષેપ

આ પણ વાંચો-

Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો