આજનું હવામાન : ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. નવેમ્બરના અંતમાં ફરી વાર માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડુ ઉદભવી શકે તેવી સંભાવના છે.
હવામાન શાસ્ત્રી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. નવેમ્બરના અંતમાં ફરી વાર માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડુ ઉદભવી શકે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા છે. તેમજ 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું !
બીજી તરફ અંબાલાલ પટેલે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી આગાહી કરી છે. ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે.
આ તરફ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ,ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, ખેડા,મોરબી સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને તાપી સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
