અમદાવાદના આશ્રમ રોડ પર ફિલ્મી ઢબે લૂંટ, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લુટારું ફરાર

લૂંટારૂઓએ આંગડિયા કર્મચારીઓને ડરાવવા એક રાઉન્ડ રોડ પર ફાયરિંગ કર્યું અને બાદમાં બે રાઉન્ડ ફાયરિંગ આંગડિયા કર્મીના પગમાં કર્યું હતું. લૂંટ વેળા ત્રણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:06 PM

અમદાવાદના(Ahmedabad)  ઈન્કમટેક્સ પાસે આવેલી હોટલ હયાત(Hotel Hayat)  નજીકથી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને(Loot) ફરાર થયા હતા.આંગડિયા પેઢીના કર્મચારીને પગે ગોળી મારીને લૂંટારૂઓ પાર્સલ ભરેલી બેગ હાથમાંથી લૂંટી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ આંગડિયા કર્મચારીઓને ડરાવવા એક રાઉન્ડ રોડ પર ફાયરિંગ(Firing) કર્યું અને બાદમાં બે રાઉન્ડ ફાયરિંગ આંગડિયા કર્મીના પગમાં કર્યું હતું. લૂંટ વેળા ત્રણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે હતા.

અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ પાસે સમી સાંજે આગડીયા પેઢીના કર્મચારીઓને ત્રણ લૂંટારુઓ લૂંટ કરી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.. ત્રણ અલગ અલગ આંગડિયા પેઢી ના કર્મચારીઓ પૈકી એક કર્મચારી કે.અશ્વિન નામની આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે..જેમાં કર્મચારીને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

કે.અશ્વિન, માધવ મગન અને મહેન્દ્ર પ્રવીણ નામની ત્રણ આગડીયા પેઢીના કર્મચારીઓ મહેસાણા , ડીસા થઈ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાઓ લઈને અમદાવાદ રત્નપોળ ખાતે આવી રહ્યા હતા.. તે દરમ્યાન રાણીપ બસ સ્ટોપ પાસેથી પર્સનલ રીક્ષા ચાલકને ફોન કરી ઇન્કમટેક્સ બ્રિજ પાસે ઉભા રહેવાનું જણાવ્યું હતું..

તે દરમ્યાન ત્રણ લૂંટારુઓ બે અલગ અલગ મોટરસાયકલ પર આવી પાછળથી આગડીયા પેઢીના કર્મચારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો.જેમાં એક કર્મચારી પગ પર ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં હતો.

 

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ

આ પણ વાંચો :  સુરતમાં હવે તો દૂધની પણ ચોરી થાય છે, દુધની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">