Rajkot : લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, તલ અને મગને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી, જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2023 | 8:44 AM

રાજકોટના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. માવઠાના મારથી તલ અને મગના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.

રાજકોટના ( Rajkot ) લોધિકા તાલુકામાં છેલ્લા આઠ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. માવઠાના મારથી તલ અને મગના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.

આ પણ વાંચો : Rajkot : શહેરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો, વધુ 2 લોકોના મોત, જુઓ Video

તો આ તરફ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે ધોરાજી ઉપલેટા તાલુકાના 20 એવા ગામો છે કે જ્યાં છેલ્લા ત્રણ દિવસમાં 17 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાકને ભારે નુકસાન થયુ છે. 30 ટકાથી વધુ વિસ્તારમાં ઉનાળુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જતા લલિત વસોયાએ રાજ્ય સરકારને પત્ર લખી સરવે હાથ ધરી વળતર ચૂકવવા માગ કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…