Bhavnagar માં મોટાભાગની પોલીસ ચોકી બહાર ખંભાતિયા તાળા, લોકો ક્યાં જઈને કરે ફરિયાદ ? જુઓ Video

| Edited By: | Updated on: Oct 26, 2023 | 2:46 PM

પોલીસ સ્ટેશન (Bhavnagar) લોકોની સુરક્ષા માટે હોય છે. પોલીસ સ્ટેશન જે-તે વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ડામવા માટે હોય છે.સાથે જ ગુનેગારો પર અંકુશ રાખવા અને લોકોની ફરિયાદો સાંભળવા માટે હોય છે. જોકે પોલીસ સ્ટેશન જ બંધ હોય તો લોકો પોતાની ફરિયાદ કરવા જશે ક્યાં ? ભાવનગરમાં લોકો આવી સ્થિતિમાં મુકાયા છે. ભાવનગરમાં મોટા ભાગની પોલીસ ચોકી બહાર તાળા લાગેલા છે.

 Bhavnagar : પોલીસ સ્ટેશન (Bhavnagar) લોકોની સુરક્ષા માટે હોય છે. પોલીસ સ્ટેશન જે-તે વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ડામવા માટે હોય છે.સાથે જ ગુનેગારો પર અંકુશ રાખવા અને લોકોની ફરિયાદો સાંભળવા માટે હોય છે. જોકે પોલીસ સ્ટેશન જ બંધ હોય તો લોકો પોતાની ફરિયાદ કરવા જશે ક્યાં ? ભાવનગરમાં લોકો આવી સ્થિતિમાં મુકાયા છે. ભાવનગરમાં મોટા ભાગની પોલીસ ચોકી બહાર તાળા લાગેલા છે.

આ પણ વાંચો-  Ahmedabad : ચોમાસા બાદ રોગચાળામાં સામાન્ય ઘટાડો, જુઓ Video

ભાવનગરમાં લોકોની સુરક્ષાનું વિચારી 13 પોલીસ ચોકી બનાવવામાં આવી હતી.પોલીસ ચોકી એ ઇરાદાથી પણ બનાવવામાં આવી હતી કે અસામાજીક તત્વોમાં ખૌફ રહે અને કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરવા તાત્કાલિક પોલીસ ચોકીએ જઈ શકે,પરંતુ 13 પૈકી મોટાભાગની પોલીસ ચોકીઓ શોભાના ગાંઠિયા સમાન છે. કારણ કે, આ પોલીસ ચોકીઓની બહાર ખંભાતિયા તાળા લગાવેલા છે. ધોળા દિવસે પોલીસ ચોકીના દરવાજે તાળા મારવામાં આવે છે અને જે પોલીસ ચોકીઓ ખુલ્લી હોય ત્યાં ગણ્યો-ગાંઠ્યો સ્ટાફ છે.

ભાવનગરમાં લોકો માટે બનાવેલી કેટલી પોલીસ ચોકીઓ ખુલ્લી છે તે સવાલનો જવાબ જાણવા TV9ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતુ.જો કે તેમાં મોટાભાગની પોલીસ ચોકીમાં તાળા લાગેલા હોવાનો ખુલાસો થયો.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો