Rajkot: પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા યુવકને પડ્યા ભારે, યુવતી પર બળજબરી કરતા જોઇ ભીડે ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

Rajkot: પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા યુવકને પડ્યા ભારે, યુવતી પર બળજબરી કરતા જોઇ ભીડે ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:08 PM

રાજકોટના લોકોએ આ યુવતીના પૂર્વ પ્રેમીને અર્ધનગ્ન કરી ખૂબ માર માર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવકને લોકોએ માર મારતા યુવક ઇજાગ્રસ્ત થયો છે. તો યુવકને હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

રાજકોટ (Rajkot)માં પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા યુવકને ભારે પડ્યા છે. યુનિવર્સિટી રોડ (University Road) પર આવેલા જે.કે ચોકમાં લોકોએ ભેગા થઇને આ યુવકની ધોલાઈ કરી નાખી. એટલુ જ નહીં બાદમાં લોકોએ તેના પરિવારજનો તથા પોલીસને પણ જાણ કરી દીધી. ભીડે યુવકને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં કૉલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે કોઈ કારણસર યુવતીએ સંબંધ રાખવાની ના પાડતાં યુવક ઉશ્કેરાયો હતો અને યુવતીને પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવક દ્વારા યુવતીને વારંવાર બ્લેકમેલ કરવામાં આવતી હતી. મંગળવારે યુવકે યુનિવર્સિટી રોડ પર યુવતીને પોતાના ટુવ્હીલર પર બેસાડવાની કોશિશ કરી હતી. યુવતી ના પાડતી હોવા છતા યુવક તેને પોતાના ટુ વ્હીલર પર બેસાડવાનો પ્રયાસ કરતો રહ્યો. આ તમામ ઘટના આસપાસ ઊભેલા લોકો જોઇ રહ્યા હતા. જેથી યુવતી સાથે બળજબરી થતી જોઇને લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

રાજકોટના લોકોએ આ યુવતીના પૂર્વ પ્રેમીને અર્ધનગ્ન કરી ખૂબ માર માર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવકને લોકોએ માર મારતા યુવક ઇજાગ્રસ્ત થયો છે. તો યુવકને હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. જે બાદ રાજકોટની યુનિવર્સિટી પોલીસે યુવક અને યુવતી બંનેના નિવેદન નોંધ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો-

દિનેશ શર્માએ કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખી આપ્યું રાજીનામુ

આ પણ વાંચો-

Kutch: ગાંધીધામ પોલિસે ગણતરીનાં દિવસમાં ચોરાયેલો મુદ્દામાલ રીકવર કરી વેપારીને પરત કર્યો, DGPએ બિરદાવી કામગીરી

g clip-path="url(#clip0_868_265)">