Rajkot : જમીન મુદ્દે આત્મહત્યાના પ્રયાસ કેસમાં નવો ખુલાસો, બિલ્ડરે કર્યો આ આક્ષેપ
રાજકોટના ભીચરી જમીન વિવાદમાં વિજય સોલંકી નામના શખ્સે કમિશનર કચેરીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જો કે હાજર પોલીસ કર્મચારીઓએ તેને ફિનાઈલ પીતા રોક્યો હતો. અરજદારનો આરોપ છે કે, બિલ્ડર કમલેશ રામાણી પોલીસને સાથે રાખીને તેની જમીન ખાલી કરાવવા દબાણ કરી રહ્યો છે
રાજકોટમાં(Rajkot)જમીન મુદ્દે આત્મહત્યાની(Suiside)કોશિશ કરનાર વ્યક્તિને લઈને હવે બિલ્ડર(Builder)કમલેશ રામાણીએ મોટો ખુલાસો કર્યો છે. કમલેશ રામાણીએ વિજય સોલંકી સામે રૂપિયા પડાવવા માટે સ્ટંટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.તેમણે કહ્યું, વિજય સોલંકીએ આ જમીન પર ખોટી રીતે કબ્જો કર્યો છે અને જમીનના માલિક તેની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાવી હોવાથી આ સ્ટંટ કર્યો છે.કમલેશ રામાણીએ વિજય સોલંકી વિરૂદ્ધ રૂપિયા પાંચ કરોડની માગણી કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે.
મહત્વનું છે કે, રાજકોટના ભીચરી જમીન વિવાદમાં વિજય સોલંકી નામના શખ્સે કમિશનર કચેરીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જો કે હાજર પોલીસ કર્મચારીઓએ તેને ફિનાઈલ પીતા રોક્યો હતો. અરજદારનો આરોપ છે કે, બિલ્ડર કમલેશ રામાણી પોલીસને સાથે રાખીને તેની જમીન ખાલી કરાવવા દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં કમલેશ રામાણી પોલીસને સાથે રાખી તેને માર પણ મારી રહ્યો છે.
આ પણ વાંચો : Kutch : અદાણી ગ્રીન પાવર વિરુદ્ધ કિસાન સંઘનો મોરચો, ખેડૂતને માર મારવાની ઘટના વખોડી
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદનું નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રિજ